Migraine Headache: માઈગ્રેનમાં આ 5 ફૂડ્સ ભૂલથી પણ ના ખાશો


By Sanket M Parekh11, Feb 2025 04:02 PMgujaratijagran.com

માઈગ્રેનના કારણે માથાનો દુખાવો

માઈગ્રેનના દર્દીઓ જ્યારે પણ ખોટી વસ્તુ આરોગે છે, ત્યારે તેમનો માથાનો દુખાવો અચાનક વધવા માંડે છે. ઘણી વખત તેમનો માથાનો દુખાવો એટલી હદે વધી જાય છે કે, તેઓ સહન પણ નથી કરી શકતા.

ખાટા ફળ

ખાટા ફળમાં વિટામિન C મળી આવે છે, જે ઈમ્યુનિટી વધારે છે. જો કે માઈગ્રેનની સમસ્યા ધરાવતા લોકોએ ખાટા ફળ ખાવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ.

ચૉકલેટ

માઈગ્રેનથી પીડિત લોકોએ ચૉકલેટ પણ ઓછી ખાવી જોઈએ. ચૉકલેટમાં કેફીન અને બીટા-ફેનીલેથાઈલામીન નામનું તત્વ હોય છે, જે રક્ત વાહિનીઓ પર દબાણ વધારે છે. જેના પરિણામે વ્યક્તિને તીવ્ર માથું દુખવા લાગે છે

આઈસ્ક્રીમ

માઈગ્રેન ધરાવતા લોકોએ આઈસ્ક્રીમ ખાવાનું પણ ટાળવું જોઈએ. આઈસ્ક્રીમ ખાવાથી તમારું માથું વધારે દુખવા માંડે છે. ખાસ કરીને એક્સરસાઈઝ કર્યાં બાદ તરત જ આઈસ્ક્રીમ ના ખાવો જોઈએ.

દહી

માઈગ્રેનના લોકોએ દહી ખાવાથી પણ બચવું જોઈએ, કારણ કે તેમાં ટાયરામિન નામનું તત્વ મળી આવે છે. જે તમારા માથાના દુખાવાને વધારી શકે છે.

ચા-કૉફી

જ્યારે કોઈને માથું દુખતું હોય, તો તેઓ ચા-કૉફી પીવે છે અને તેમને રાહત પણ મળી જતી હોય છે. જો કે માઈગ્રેનના દર્દીઓ માટે ચા-કૉફી પીવાનું ટાળવું હિતાવહ મનાય છે.

માઈગ્રેનથી રાહત

માઈગ્રેનથી પીડિત લોકોએ હેલ્ધી ડાયટની સાથે-સાથે માથા પર ઠંડા પાણીનો શેક કરવો જોઈએ. આ સાથે જ બ્રિધિંગ એક્સરસાઈઝ પણ માથાના દુખાવામાં રાહત આપી શકે છે.

Cardamom Side Effects: આ 4 લોકોએ ક્યારેય ના ખાવી જોઈએ ઈલાયચી, સ્વાસ્થ્યને થશે મોટું નુકસાન