શરીરને હાઈડ્રેટ રાખવા માટે પાણી પીવુ ખૂબ જ જરુરી છે પણ ખોટા સમયે પાણી પીવુ શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
સામાન્ય રીતે લોકો જમ્યા બાદ તરત થોડુ પાણી પીતા હોય છે, જેથી મોંમા કોઈપણ પ્રકારનો સ્વાદ ન આવે અને જમવાનુ દાંતમા ફસાયેલુ નીકળી જાય.
એવી ઘણી વસ્તુઓ છે જેનુ સેવન આપણે રોજ કરીએ છીએ, પરંતુ આ વસ્તુઓના સેવન બાદ તરત જ પાણી પીવુ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. કેટલીક વસ્તુઓના સેવન પછી તરત જ પાણી પીવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે.
ખાટા ફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ ખાટા ફળના સેવન પછી તરત જ પાણી પીવાથી અપચાની સમસ્યા થઈ શકે છે.
મગફળીના સેવન પછી શરીરમા ગરમી આવે છે. મગફળીના સેવન બાદ તરત જ પાણી પીવાથી પેટમા ગેસની સમસ્યા થઈ શકે છે.
જે લોકો તરબૂચ ખાવાનુ પસંદ કરે છે તે લોકોએ તરબૂચના સેવન પછી પાણી ન પીવુ જોઈએ. તરબૂચના સેવન પછી તરત જ પાણી પીવાથી પાચનતંત્ર પર ખરાબ અસર થાય છે.
દૂધનુ સેવન લોકો રોજ કરતા હોય છે, પરંતુ દૂધને પીધા બાદ તરત જ પાણી પીવામા આવે તો પાચન સંબધિત સમસ્યાઓ થવાનુ જોખમ વધી જાય છે.