તકિયા નીચે લોકોની કંઈક ને કંઈક રાખવાની આદત હોય છે પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેટલીક વસ્તુઓ તકિયા નીચે ન રાખવી જોઈએ.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કેટલીક વસ્તુઓ તકિયા નીચે ન રાખવી જોઈએ. તેનાથી ખરાબ અસર પડે છે. ચલો જાણીએ કંઈ વસ્તુઓ તકિયાનીચે ન રાખવી જોઈએ.
સામાન્ય રીતે લોકો પોતાના પર્સને તકિયા નીચે રાખીને સૂતા હોય છે પરંતુ તે વાસ્તુ પ્રમાણે શુભ માનવામાં આવતું નથી.
વાસ્તુ પ્રમાણે દવાઓને તકિયા નીચે રાખવાનું ટાળવું જોઇએ. દવાઓને તકિયા નીચે રાખવાથી નકારાત્મક ઉર્જા પેદા થાય છે.
બોટલને તકિયા નીચે રાખવાથી ચંદ્ર ગ્રહ પ્રભાવિત થાય છે. માટે બોટલને પણ તકિયા નીચે ન રાખવી જોઈએ.
તકિયા નીચે ચાવી રાખીને સૂવાથી ઘરમાં આર્થિક સંકટ આવે છે.માટે તકિયા નીચે ચાવી રાખવાથી બચવું જોઈએ.
ઘરેણાંને તિજોરીમાં રાખી શકાય છે પણ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે તેને તકિયા નીચે ન રાખવું જોઈએ.