હવામાન સંબંધિત સમસ્યાઓ ટાળવા અને સલામત મુસાફરી કરવા માટે ચોમાસામાં આ કેટલાક સ્થળોએ જવાનું તમારે ટાળવું જોઈએ. આવો જાણીએ વધુમાં
ગોવા તેના દરિયાકિનારા અને વાઇબ્રન્ટ નાઇટલાઇફ માટે પ્રખ્યાત છે પરંતુ ચોમાસા વધું વરસાદને કારણે દરિયો ભયજનક થઈ શકે છે. વરસાદના કારણે ગોવામા થતી આઉટડોર એક્ટિવિટીઝનો પણ તમે આનંદ નથી મારી શકતા.
મુંબઈ ચોમાસા દરમિયાન પાણી ભરાવા, ટ્રાફિકની ભીડ અને ટ્રાન્સપોર્ટમાં વિલંબ જેવી સમસ્યાઓનો સામનો કરવાનો થઈ શકે છે
કેરળના બેકવોટર તેમના શાંત સૌંદર્ય માટે જાણીતા છે, પરંતુ ચોમાસામાં સતત વરસાદના લીધે હાઉસબોટની સવારી અને અન્ય વોટર સ્પોર્ટસનો તમે આનંદ નથી માણી શકતા.
આ લોકપ્રિય હિલ સ્ટેશનો ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ થાય છે જે તમારા મુસાફરીમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.
મુન્નારમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડતો હોય છે. આ રસ્તાઓ સ્લીપરી થઈ જાય છે આવામાં તમે ટ્રેકિંગ અને આઉટડોર એડવેન્ચર નથી કરી શકતા જે તમારા ટ્રીપને બોરીંગ બનાવી શકે છે
ઉપર જણાવેલા સ્થળો પર ચોમાસામાં ન જવું જોઈએ, કારણ કે ત્યાંનું હવામાન અને પરિસ્થિતિઓ તમારા પ્રવાસને જોખમમાં મુકી શકે છે