અવિકા ગૌરના એથનિક લુક્સને ટ્રાય કરો, સિમ્પલ લુકમાં પણ સ્ટાઈલિશ લાગશો


By Sanket M Parekh06, Jul 2023 04:11 PMgujaratijagran.com

બ્લૂ સાડી લુક

બ્લૂ કલરની શિમર સાડી સાથે નેટ બ્લાઉઝ પહેરીને અવિકા ગૌર અહીં ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. તમે કોઈ પાર્ટીમાં આવી સાડી સ્ટાઈલ રિક્રીએટ કરી શકો છો.

યેલો સાડી લુક

યેલો એમ્બ્રોઈડરી સાડી સાથે સ્ટોન જ્વેલરી કેરી કરીને અવિકા અહીં ખૂબ જ આકર્ષક લાગી રહી છે. ટ્રેડિશનલ ફંક્શન માટે આ લુક એકદમ પરફેક્ટ છે.

ગ્રીન શિમર સાડી લુક

ગ્રીન હેવી વર્ક શિમર સાડી સાથે સિમ્પલ મેકઅપ, સ્ટોન લોકેટ વાળી ચેઈન અને કાનમાં ઈયરિંગ્સ પહેરીને અવિકા અહીં સિમ્પલ દેખાવા સાથે જ એલિગન્ટ પણ લાગી રહી છે. સાંજની પાર્ટી માટે આ લુક ખાસ હોઈ શકે છે.

બેલ્ટ સ્ટાઈલ સાડી લુક

બ્લૂ કલરની સિમ્પલ સાડી સાથે સિલ્વર શિમર બ્લાઉઝ અને ડાયમંડ નેકપીસ પહેરીને અવિકા લાજવાબ લાગી રહી છે. આ સાડી લુક પર અવિકાએ બેલ્ટ સ્ટાઈલ કરી છે, જે એકદમ હટકે લાગી રહી છે.

બ્લેક લહેંગા લુક

બ્લેક લહેંગા સાથે ફ્લાવર પ્રિન્ટ બ્લેક દુપટ્ટા સાથે અવિકા અહીં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. ફ્રેન્ડના લગ્ન માટે તમે આવો લુક રિક્રીએટ કરી શકો છો.

અનારકલી સ્ટાઈલ

ઑફ વ્હાઈટ સિલ્ક અનારકલી શૂટ સાથે ફ્લાવર પ્રિન્ટ દુપટ્ટા અને કાનમાં હેવી ઈયરિંગ્સ પહેરીને અવિકાનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. ટ્રેડિશનલ ઈવેન્ટ પર આ એકદમ પરફેક્ટ લાગશે.

પર્પલ લહેંગા લુક

પર્પલ સિલ્ક લહેંગા સાથે હેવી વર્ક બ્લાઉઝ પહેરીને અવિકા અપ્સરા જોવી લાગી રહી છે. આ લુકને પૂરો કરવા માટે અવિકાએ ઝૂમખા પણ પહેર્યા છે.

હિના ખાન દેશી લુકમાં આપે છે પરફેક્ટ ફેશન ગોલ્સ