ક્રૂર મુઘલ બાદશાહ ઔરંગઝેબની પુત્રી કેવી રીતે બની ગઈ કૃષ્ણ ભક્ત?


By Sanket M Parekh2023-05-07, 16:13 ISTgujaratijagran.com

રાજકુમારી ઝેબુન્નિસા

ઔરંગઝેબની પુત્રી રાજકુમારી ઝેબુન્નિસા એક ઉમદા શાયર હતી. જે પિતાથી છૂપાવીને મુશાયરાઓમાં જતી હતી. આજે અમે તમને ઝેબુન્નિસાની કૃષ્ણભક્ત બનવાની કહાની જણાવીશું.

ભણવામાં હોંશિયાર

ઝેબુન્નિસાનું ભણવામાં ખૂબ જ મન લાગતુ હતુ. તેમણે દર્શન, ભૂગોળ અને ઈતિહાસ જેવા વિષયોમાં મહારત મેળવી હતી.

ઝેબુન્નિસાની સગાઈ

ઝેબુન્નિસાની સગાઈ તેના પિતરાઈ ભાઈ સુલેમાન શિકોહ સાથે થઈ હતી. જો કે સુલેમાનનું નાની ઉંમરે અવસાન થવાના કારણે બન્નેના લગ્ન નહતા થઈ શક્યા.

પુસ્તક પ્રેમી ઝેબુન્નિસા

ઝેબુન્નિસા પુસ્તક પ્રેમી હતી અને નાની વયે લાઈબ્રેરીના મોટાભાગના પુસ્તકો વાંચી નાંખ્યા હતા. આ પુસ્તકો પત્યા બાદ ઝેબુન્નિસા માટે બિહારથી પુસ્તકો મંગાવવામાં આવ્યા હતા.

મહેફિલોની શાન ઝેબુન્નિસા

સાહિત્યમાં મહારત હાસિલ કરનારી ઝેબુન્નિસાને મહેફિલો અને મુશાયરાઓમાં બોલાવવામાં આવવા લાગી. જો કે તેના પિતા ઔરંગઝેબ તેની સખ્ત વિરોધમાં હતા.

ઝેબુન્નિસાની કવિતા

ઝેબુન્નિસા પોતાની કવિતાઓ ફારસીમાં લખતી હતી. આ સાથે જ તે પોતાના અસલી નામની જગ્યાએ મખફી નામથી કવિતાઓ લખતી હતી.

ઝેબુન્નિસાનો પોષાક

ઝેબુન્નિસા મુશાયરામાં જવા પર સફેદ પોષાક અને સાથે સફેદ મોતી પહેરતી હતી. મોતી તેમની પસંદગીનું રતન હતુ. આ સાથે ખાસ અનન્યા કુર્તી પણ પહેરતી હતી.

ઝેબુન્નિસાની પ્રેમ કહાની

ઝેબુન્નિસાને મહેફિલ દરમિયાન હિન્દુ બુંદેલા મહારાજ છત્રશાલ સાથે પ્રેમ થઈ ગયો હતો. જેમની ઔરંગઝેબ સાથે કટ્ટર દુશ્મની હતી. આથી તેઓ પોતાની પુત્રીથી નારાજ થઈ ગયા હતા.

ઝેબુન્નિસા બની કૃષ્ણભક્ત

ઔરંગઝેબે આજ કારણોસર તેમને સલીમગઢના કિલ્લામાં નજરકેદ કરી રાખ્યા હતા. આજીવન કેદની સજા દરમિયાન ઝેબુન્નિસા કૃષ્ણભક્ત બની ગયા અને 20 વર્ષોમાં 5000 રચના લખી નાંખી.

તારીખ 08 મે 2023નું રાશિફળ - Your Daily Horoscope Today May 08 2023