દેશમાં 1 અબજ ટન કોલસા ઉત્પાદનનો લક્ષ્યાંક


By Nileshkumar Zinzuwadiya05, May 2023 04:09 PMgujaratijagran.com

એક અબજ ટન ઉત્પાદન કરાશે

કેન્દ્ર કોલસા મંત્રાલયે ચાલુ નાણાકીય વર્ષના અંત ભાગ સુધીમાં એક અબજ ડોલર કોલસા ઉત્પાદનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ખાનગી સેક્ટરમાંથી કોલસાનું ઉત્ખનન કામગીરી વધવા વચ્ચે 1 અબજ ટન ઉત્પાદન કરાશે.

કોલ ઈન્ડિયા 78 કરોડ ટન ઉત્પાદન કરશે

આ પૈકી કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) 78 કરોડ ટન કોલસાનું ઉત્પાદન કરશે. જ્યારે ખાનગી ક્ષેત્ર પોતાના ઉપયોગવાળી ખાણો અને વાણિજ્ય ખાણોમાંથી 16.2 કરોડ ટન કોલસાનું ઉત્પાદન કરશે.

25 અન્ય ખાણની ફાળવણી

કોલસા મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજન પ્રમાણે સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં ખાનગી ક્ષેત્રને 25 અન્ય ખાણની ફાળવણીની ખાતરી આપી છે.

ખાનગી કંપનીઓની વર્ષ 2015 બાદ મજબૂત કામગીરી

ખાનગી કંપનીઓ વર્ષ 2015થી અત્યાર સુધીમાં 51.5 કરોડ ટન ક્ષમતાની 133 ખાણની ફાળવણી કરી છે. આ પૈકી 27 ખાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે.

અનેક કંપનીઓએ રસ દર્શાવ્યો

યોજનામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ અને ઈન્ડિયન ઓઈલ જેવી મહત્વની જાહેર કંપનીઓએ કોલ ગેસીફિકેશનમાં રસ દર્શાવ્યો છે, જેથી કોલસાની હરાજીમાં વધુ રસ કેળવી શકાય.

સોનાની કિંમત વિક્રમજનક સ્તરે હોવાથી માંગમાં થયો 17 ટકાનો તોતિંગ ઘટાડો