આજકાલ ATMમાંથી પૈસા નીકાળતા સમયે આપણે અનેક વખત એવી ભૂલો કરી બેસીએ છીએ, જેના કારણે પાછળથી આપણને પસ્તાવાનો વારો આવે છે.
આજે અમે તમને એવી કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યાં છીએ, જેનો ATMમાંથી પૈસા ઉપાડતા સમયે ધ્યાન રાખવી ખાસ જરૂરી છે
આ વાતનું ખાસ ધ્યાન રાખો કે, ATMમાંથી પૈસા ઉપાડતા સમયે કોઈ અજાણી વ્યક્તિની ક્યારેય મદદ ના લેવી જોઈએ
ATMથી કેશ ઉપાડતા સમયે ઉતાવળમાં આપણે ATM પિન ખોટો નાંખી દઈએ છીએ, પરંતુ આવી ભૂલ ના કરવી જોઈએ.
ATMમાંથી પૈસા ઉપાડતા સમયે મશીનમાં કેશ છે કે કેમ? તે ચેક જરૂર કરી લેવું જોઈએ. જો મશીનમાં કેશ નહીં હોય, તો ટ્રાન્જેક્શન કેન્સલ થઈ જશે
અનેક લોકો ATMમાંથી પૈસા તો ઉપાડી લે છે, પરંતુ ટ્રાન્જેક્શન પૂર્ણ થયા બાદ તેને કેન્સલ કરવાનું ભૂલી જાય છે. આ ભૂલના માઠા પરિણામ ભોગવવા પડી શકે છે
કેટલાક લોકો પૈસા ઉપાડવા માટે ATMમાં જાય છે, ત્યારે ચેક નથી કરતાં કે ATM કાર્ડ ભરાવવાની જગ્યાએ કોઈ ક્લોનિંગ ચિપ તો નથી લગાવીને.