Astrology: છોકરીઓ પગમાં &કેમ બાંધે છે કાળો દોરો, જાણો અહીં
By Jagran Gujarati23, Jan 2023 04:43 PMgujaratijagran.com
નજરદોષથી બચાવશેજ્યારે બધું સારું ચાલી રહ્યું હોય અને અચાનક જ કંઇક ખરાબ થવા લાગે ત્યારે એવું કહેવાય છે કે કોઇકની નજર લાગી છે. નજરદોષથી બચવા માટે પણ પગમાં કાળો દોરો પહેરવામાં આવે છે.&
નકારાત્મક શક્તિથી બચાવે છેજો તમને નકારાત્મક શક્તિ હેરાન કરી રહી હોય તો, પગમાં કાળો દોરો પહેરવાથી ફાયદો થાય છે. આ પહેરવાથી મગજમાં પણ હકારાત્મક વિચારઓ આવે છે.
રાહુ-કેતુ ગ્રહ બનશે મજબૂતજ્યોતિષશાસ્ત્રો અનુસાર જો તમારા રાહુ-કેતુ ગ્રહ નબળા છે, તો તમે પગમાં કાળો દોરો પહેરી શકો છો. આવું કરવાથી રાહુ-કેતુ ગ્રહ મજબૂત બનશે.&
શનિદોષ દૂર કરવા માટેશનિ ગ્રહ ખૂબ જ તાકાત ધરાવે છે. શનિદેવના ગુસ્સા અને પ્રકોપને તો બધાં જાણે જ છે. શનિદોષથી બચવાના ઉપાય તરીકે પણ કાળા દોરાને પગમાં બાંધી શકાય છે.
આર્થિક સ્થિતિ સુધરશેતમે આર્થિક રીતે પરેશાન છો અથવા તો ધંધામાં નુકશાન થઇ રહ્યું છે, તો તમે પગમાં કાળો દોરો બાંધી શકો છો. આમ કરવાથી તમારી આર્થિક સ્થિતિ સુધરશે.
પુરુષ જમણા પગર પર બાંધોપુરુષ માટે જમણો અને સ્ત્રીઓ માટે ડાબા પગર પર કાળો દોરો બાંધવો શુભ ગણાય છે. જ્યોતિષશાસ્ત્રો અનુસાર પુરુષોએ મંગળવારના દિવસે દોરો બાંધવો ફાયદાકારક હોય છે.&
આમંત્રિત કરીને પહેરોજ્યોતિષશાસ્ત્રો પ્રમાણે કાળા દોરાને કોઇ જ્યોતિષને આમંત્રિત કર્યા પછી જ પહેરવો. શનિવારના દિવસે પગમાં ધારણ કરવો વધારે શુભ ગણાય છે.
મંત્રનો જાપ કર્યા પછી જ ધારણ કરોજો તમે પગમાં કાળો દોરો બાંધી રહ્યાં છો તો શરીર પર બીજા કોઇ પણ રંગનો દોરો ના હોવો જોઇએ. કાળા દોરાને ધારણ કર્યાં પછી સમય રુદ્ર ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઇએ.