વાસ્તુ આપણા જીવનમાં ખાસ અસર કરે છે. તેના નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધી આવે છે. જ્યારે તેને નજરઅંદાજ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
આ રીતે ધન માટે પણ કેટલાક વાસ્તુ નિયમો વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ, ક્યા કારણોસર ઘરમાં ધનની કમી થઈ શકે છે.
ઘરમાં પાણીનો બગાડ બિલકુલ ના કરવો જોઈએ. પાણીનો બગાડ સારો નથી માનવામાં આવતો. આમ કરવાથી ઘરમાં ધનની કમી આવે છે.
ઘરમાં તૂટેલી વસ્તુઓ ના રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ધનની કમી થાય છે.
જે ઘરમાં કાયમ કજીયા થતા હોય, ત્યાં આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.
જે લોકોના ઘરમાં ખોટી રીતે કમાયેલા રૂપિયા આવે છે, તેમને પણ ધન સબંધી સમસ્યાનો સામનો કરવો પડે છે.
ઘરને ગંદુ રાખવા તેમજ મેલા કપડા પહેરવાથી આર્થિક સમસ્યા સર્જાઈ શકે છે. આથી ઘરની સાફ-સફાઈ પર પુરતુ ધ્યાન આપો.
ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર ગણેશજીની તસવીર લગાવો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને ધનની પ્રાપ્તિ થાય છે.