જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ઘણીવાર ગ્રહોની સ્થિતિ ખરાબ હોય તેમણે સવારે ઉઠીને આ કામ કરવા જોઈએ.
શાસ્ત્રો મુજબ, સવારે ઉઠીને સૌથી પહેલાં ભગવાનનું સ્મરણ કરીને હથેળીને ચહેરા પર ફેરવો. એવું માનવામાં આવે છે કે, હાથમાં મા લક્ષ્મી સાથે બ્રહ્માજી અને સરસ્વતી માનો વાસ હોય છે.
બેડ પરથી નીચે પગ રાખતાં પહેલાં ધરતીનો સ્પર્શ કરો. કેમ કે ધરતીને મા સમાન માનવામાં આવે છે કેમ કે, તે આપણો ભાર ઉઠાવે છે.
શાસ્ત્રો મુજબ, સવારે સૂર્યોદયના સમયે ઉઠીન સ્વચ્છ કપડા પહેરીને એક તાંબાના લોટામાં જળ લઈને સૂર્ય ભગવાનને અર્ધ્ય આપવું જોઈએ. તેનાથી નોકરી-બિઝનેસનમાં લાભ થશે.
દરરોજ સવારે પૂજન સાથે તુલસીની પૂજા કરવી જોઈએ. આવું કરવાથી મા લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે જ તુલસના છોડમાંથી માટી લઈને તિલક કરવું જોઈએ.