વાસ્તુ શાસ્ત્રમાં ઘણાં એવા વૃક્ષ- છોડનો ઉલ્લેખ કરાયો છે, જેને ઘરના આંગણમાં લગાવવાથી તમને સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે.
અશોકનું વૃક્ષ ઘરની આગળ લગાવવું ખૂબ જ લાભદાયક હોય છે. એવી માન્યતા છે કે અશકોનું વૃક્ષ ઘરની આજુ-બાજુ લાગેલા બીજા વૃક્ષના દોષને પણ સમાપ્ત કરે છે.
વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરની અંદર લાગેલું અશ્વગંધાનો છોડ શુભ અને વાસ્તુદોષને દૂર કરે છે. આ વૃક્ષ ઘરમાં લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
નારીયળનું ઝાડ ઘરની અંદર લગાવવું ખૂબ જ લાભકારક ગણવામાં આવે છે. આ વૃક્ષથી ઘર-પરિવારના લોકોનું માન વધે છે અને આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.
દાડમનું ઝાડ ઘરના આંગણામાં લગાવવું શુભ ગણાય છે, પરંતુ ધ્યાન રાખવું કે આને ઘરના અગ્નિ ખૂણો અથવા દક્ષિણ-પશ્ચિમ દિશામાં ના લગાવવું.
વાસ્તુ પ્રમાણે વડનું વૃક્ષ ખૂબ જ લાભકારી ગણાય છે. કોઇ પણ ઘર અથવા બિલ્ડિંગની પૂર્વ દિશામાં વડનું વૃક્ષ હોય તો તે ખૂબ જ શુભ ગણવામાં આવે છે.
વાસ્તુ પ્રમાણએ જાંબુનું ઝાડ ઘરની દક્ષિણ દિશામાં લગાવવું જોઇએ છે. ઘરની બીજી દિશામાં જાંબુની વૃક્ષ ના લગાવવું જોઇએ.
બિલિનું ઝાડ ઘરની આજુ-બાજુ લગાવવું ખૂબ જ શુભ ગણવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, આ વૃક્ષમાં ભગવાન ભોળાનાથનો વાસ હોય છે.
હળદરનો છોડ લગાવાથી ઘરમાં નકારાત્મક એનર્જીનો પ્રવેશ થતો નથી, આ કારણથી હળદરનો છોડ ઘરમાં જરૂર લગાવવો જોઇએ.