જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ખાસ ઉપાય અને ટોટકા બતાવાયા છે, જેને કરવાથી વ્યક્તિને પૈસા બચાવવામાં મદદ મળે છે.
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં પૈસાની બચત કરવા માટે સૌથી પહેલાં માતા લક્ષ્મીને એક સિક્કો ચઢાવો અને પછી તેને લોટનાં ડબ્બામાં મૂકી દો. આવું કરવાથી લાભ થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ફાલતુ ખર્ચા રોકવા માટે પર્સમાં લવિંગના સાત દાણા રાખવાથી વ્યક્તિને ખૂબ જ ફાયદો થાય છે.
માન્યતા છે કે માં દુર્ગાને શુક્રવારના દિવસે જાસૂદનાં ફૂલની માળા અર્પણ કરવાથી વ્યક્તિને અચાનક ધનની પ્રાપ્તિ થાય છે.
ખોવાયેલું ધન ખૂબ મુશ્કેલીથી મળે છે અથવા તો નથી જ મળતું, પરંતુ શનિવારના દિવસે ભગવાન શનિ દેવને તલ અર્પણ કરવાથી વ્યક્તિને ખૂબ જ લાભ થાય છે.