રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આજે 19 એપ્રિલ 2023ના રોજ 66 વર્ષના થઈ ગયા છે.
મુકેશ અંબાણીનો જન્મ 19મી એપ્રિલ,1957ના રોજ યમનમાં ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન અંબાણીના ઘરે થયો હતો.
વર્ષ 1966માં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના તેમના પિતા ધીરુભાઈ અંબાણીએ કરી હતી
ધીરુભાઈના અવસાન બાદ મુકેશ અંબાણી અને તેમના નાના ભાઈ અનિલ અંબાણીને રિલાયન્સનું સંયુક્ત નૈતૃત્વ મળ્યું હતું.
મુકેશ અંબાણી તથા તેમના નાના ભાઈ અનિલ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સંયુક્ત રીતે કામગીરી સંભાળી હતી.
મુકેશ અંબાણીએ આકાશ અને ઈશાને ટેલિકોમ તથા રિટેલનું નેતૃત્વ કરવા તથા સૌથી નાના દીકરા અનંતને ન્યૂ એનર્જી યુનિટ માટે પસંદ કરવામાં આવ્યા છે.
4 એપ્રિલના રોજ જાહેર કરાયેલ ફોર્બ્સ બિલિયોનિયર 2023ની યાદીમાં એશિયાના સૌથી સમૃદ્ધ વ્યક્તિ તરીકે સ્થાન હાંસલ કર્યું.