ફ્લોટિંગ ઈન્ટરેસ્ટ રેટ્સ પર હોમ લોન લીધેલી હોય તેમને પરત ચુકવણી માટે વધી ગયા અનેક વર્ષો અથવા તો વધારે EMI ચુકવણી પડે છે.
RBIએ વ્યાજ દર વધારતા જેમણે 22 લાખની લોન લીધી હોય તેમણે મૂળ રકમ અને વ્યાજ સાથે 40 લાખથી વધુ રકમ ચુકવવાની હોય તે હવે 9 ટકા આસપાસના દરથી વધીને 63 લાખ જેટલા વધી ગયા હશે.
અલબત 20 વર્ષની અવધિ માટે લીધેલી લોનન મુદત વધીને 28 વર્ષ 9 મહિના સુધી ગઈ હશે. આ સાથે EMI પણ કેટલાક પ્રમાણમાં વધી ગયો હશે.
પોલિસી રેટ્સ વધતા જ બેંક વ્યાજ દરની સમીક્ષા કરે છે અથવા ડિફોલ્ટ ઓપ્શન સ્વરૂપમાં લોન ચુકવણીની અવધિ વધારી દે છે.
છેલ્લા બે વર્ષમાં જેમણે લોન લીધી છે તેમના પર વિશેષ અસર થઈ છે. આ ગાળામાં 6.5થી 6.8 ટકા વ્યાજ દર પર લોન સ્વીકાર થઈ હોય અને હવે તેમાં 200-300 બેસિસ પોઇન્ટ વધારાનો બોજ સહન કરવો પડે છે.