EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની આજથી બે દિવસની બેઠક શરૂ થઈ રહી છે. વ્યાજ દર 8 ટકાના સ્તરેથી નીચે જાય તેવી નહીંવત શક્યતા છે.
ગયા વર્ષે માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારે 8.1 ટકા EPF દર જાહેર કરવામાં આવ્યો હતો, તેનાથી છ કરોડ કરતાં વધારે ગ્રાહકોને લાભ થયો હતો. સરકારે છેલ્લા ચાર દાયકામાં સૌથી ઓછું વ્યાજ આપ્યું હતું.
આ વર્ષના જાન્યુઆરીમાં 14.86 લાખ ગ્રાહકો ઉમેરવામાં આવ્યા હોવાની શ્રમ અને રોજગાર મંત્રાલયે માહિતી આપી છે. 14.86 લાખ પૈકી 7.77 લાખ નવા ગ્રાહકો EPFO અંતર્ગત પ્રથમ વખત નોંધાયા છે.
EPFOએ પ્રોવિડેન્ટ, પેન્શન અને ઈન્સ્યોરન્સ ફંડ માટે એક સામાજિક સુરક્ષા સંસ્થા છે. જે દેશમાં મોટી સંખ્યામાં કર્મચારીઓના આર્થિક હિતોને લગતા નિર્ણય લે છે.