AriesHoroscope 2023મેષ રાશિના જાતકોને કરિયરમાં અણધાર્યા ફેરફારો આવશે, ઓક્ટોબર સુધી સ્વાસ્થ્ય સંભાળવું


By Jagran Gujarati26, Dec 2022 12:43 PMgujaratijagran.com

વ્યવસાયઆ વર્ષે નોકરી-ધંધામાં તમને વિશેષ લાભ મળવાનો છે. વિદેશ જવાની તક છે, જેના કારણે પરિવારથી દૂર રહેવું પડી શકે છે. તકો ઘણી બધી આવશે તેને ઝડપવી જોઈએ. જાન્યુઆરીથી એપ્રિલ મહિના સુધીનો સમયગાળો તમારા વ્યવસાય માટે શ્રેષ્ઠ બની રહેશે. બિઝનેસ માટે કોઈ નવી જગ્યા આ વર્ષે ખરીદી કરશો.

સ્વાસ્થ્યએપ્રિલથી ઓક્ટોબરના સમયગાળામાં ગુરુ-રાહુ ચાંડાલ યોગનું નિર્માણ થાય છે, જેથી તે સમયે સ્વાસ્થ્ય સંભાળવુ જરુરી ગણાશે. જીવનસાથીના આરોગ્ય પાછળ કોઈ મોટો ખર્ચો આવી શકે છે. ઘરમાં કોઈની માંદગીથી પૈસાનો વ્યય થશે.

લગ્ન-લગ્નજીવનએપ્રિલ 2023માં ગુરુ મહારાજ તમારી રાશિમાં પ્રવેશ કરશે, તેમનાં પ્રવેશ કર્યા બાદ લગ્ન માટે યોગ્ય ઉંમર હોવા છતા જે લોકો અપરિણિત છે, તેમના આ વર્ષે લગ્ન નક્કી થઈ શકે છે. પરિણિત લોકો માટે લગ્નજીવન સારું રહેશે.

વિદેશ યોગવિદેશ જઈને અભ્યાસ કરવા માગતા જાતકોને આ વર્ષના અંત ભાગમાં વિદેશ જવાનું થઈ શકે છે. કારણ કે રાહુ મહારાજ તમારી રાશિથી બારમાં સ્થાને પરિભ્રમણ કરવાથી વિદેશના યોગો બની રહ્યા છે. રાહુ મહારાજ 30 ઓક્ટોબરે મીન રાશિમાં આવશે.

Gujarati Jagranવધુ વાંચવા માટે

ઘરોમાં સકારાત્મક વાતાવરણ ઉભુ કરે છે આ 7 વસ્તુ