નાભિ એ શરીરનો ખૂબ જ મહત્વનો ભાગ છે. નાભિનો સંબંધ શરીરના બધા જ અંગો સાથે હોય છે. તેમાં કંઈપણ રાખવાથી શરીર પર અસર અસર થાય છે.
નાભિમાં તેલ અને ગુલાબ જળ રાખવાથી ઘણી નાની નાની સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે. તેનાથી નાભિની સફાઈ પણ થઇ જાય છે.
તમે ઘણી વાર સાંભળ્યું હશે કે નાભિ માં તેલ રાખવાથી વાળ કાળા બને છે. જે વ્યક્તિના સફેદ વાળ નીકળવાનું શરુ થયું છે તે લોકોએ નાભિમાં તેલ રાખવું જોઈએ. તેનાથી ચોક્કસ ફાયદો મળે છે.
નાભિમાં ઘણા તેલને અલગ અલગ હેતુસર રાખવામાં આવે છે, પરંતુ વાળને કાળા કરવા માટે તમે નાભિમા બદામના તેલનો ઉપયોગ કરી શકો છો.
બદામનું તેલ પોષકતત્વથી ભરપૂર હોય છે. તેને નાભિમાં રાખવા થી વાળ કાળા થાય છે તથા આ ઉપરાંત નાભિની સફાઈ પણ થાય છે.
નાભિમાં બદામનું તેલ રાખવા માટે સૌથી પહેલા ચોખ્ખા પાણીથી નાભિને સફા કરો, જેથી નાભિમાં તેલ સારી રીતે જઈ શકે.
રાતે સૂતા પહેલા નાભિમા 2-3 ટીપાં બદામના તેલના રાખો. ત્યારબાદ શરીરને થોડી વાર હલાવો નહિ જેથી તેલ નાભિની બહાર ન નીકળે.
આ રીતે રોજ રાતે નાભિમાં તેલ નાખવાથી તેની અસર જલ્દી વાળ પર જોવા મળશે. આ ઉપરાંત નાભિમાં તેલ નાખવાથી ચહેરા પર પણ ચમક આવશે.