By Rakesh Shukla27, Dec 2022 07:05 PMgujaratijagran.com
શિયાળામાં સ્કિન ડ્રાઈ થઇ જાય છે. જે તમારા ચહેરાનો નૂર ઘટાડી દે છે. તેવામાં ચહેરાની રોનક જાળવી રાખવા માટે તમે કેટલાક સરળ ઘરેલુ નુસખાની મદદ લઇ શકો છો.&
શિયાળામાં ઠંડી હવા ત્વચાની મુલાયમતા ઘટાડી દે છે. એલોવિરા જેલ એક એવો ઘરેલું નુસખો છે, જે ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે. તેનાથી ગ્લિસરીન સાથે મિક્સ કરીને લગાઓ તમારી ત્વચા ચમકવા લાગશે.&એલોવિરા જેલ
આ તેલ એક પ્રાકૃતિક મોશ્ચરાઇઝર છે, જે ડ્રાઇનેસ ઘટાડે છે અને કોલેજનને બુસ્ટ કરે છે, જેનાથી સ્કિન ટાઇટ થાય છે. તેને તમે સીધુ જ તમારી ત્વચા પર લગાવી શકો છો. આ ઉપરાંત ગુલાબ જળ અથવા મધ ભેળવીને પણ તમે લગાવી શકો છો.&નારિયેળનું તેલ
ઘીના ઉપયોગથી તમારી સ્કિન મુલાયમ અને હાઇડ્રેટ રહે છે. થોડું ઘી લઇને આખા ચહેરા પર મસાજ કરો. તેનાથી તમારી ત્વચાનું બ્લડ સર્ક્યુલેશન પર સારુ થાય છે. જે ચહેરાની રોનક વઘારે છે.&ઘી લગાવો
ગુલાબ જળ એક પ્રાકૃતિક મોશ્ચરાઇઝર તરીકે કામ કરે છે. જે સ્કિન માટે ઘણુંજ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી ફેશિયલ ટોનિંગ કરી શકો છો. શિયાળામાં તેને તમારા પર લગાવીને નિખાર લાવી શકો છો.&ગુલાબ જળ
ઘરમાં સરળતાથી મળી આવતી આ વસ્તુ ચહેરા પર ચમક લાવી શકે છે. કાચા દૂધમાં કોટન બોલને ડિપ કરીને તેનાથી ચહેરાને ક્લિન કરો. જે તમારી ત્વચાના દાગને દૂર કરી શકે છે.&કાચુ દૂધ
આ પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે ત્વચા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પાકેલા પપૈયાની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી સ્કિન મોઇશ્ચરાઇઝર રહે છે. તેનાથી તમારા ચહેરાનો ગ્લો વધી શકે છે.&પપૈયુ
શિયાળામાં સ્કિન માટે ચંદનનો પાઉડર ખૂબજ ફાયદાકારક માનવામાં આવે છે. આ અનેક પ્રકારની સ્કિન પ્રોબ્લેમને દૂર કરે છે. બેસન અને ગુલાબ જળ સાથે તેની પેસ્ટ બનાવો અને ચહેરા પર 20 મિનિટ માટે લગાવો. તેનાથી ચહેરાનો નિખાર વધે છે.&ચંદનનો પાઉડર
For More Stories like this:
ફેન્સને પસંદ પડી રહ્યો છે Ridhima Panditનો આ ટ્રેડિશનલ લુક, જુઓ અફલાતૂન તસવીરો