કેટલાક દેશો એવા છે જ્યાં ગાય અને ભેંસ સિવાય અન્ય પ્રાણીઓનું દૂધ પણ પીવામાં આવે છ


By Kajal Chauhan26, Nov 2024 05:38 PMgujaratijagran.com

ઘોડીનું દૂધ

મધ્ય એશિયાના દેશોમાં લોકો ઘોડીનું દૂધ પીવે છે. તેમાં વિટામીન A, B, C અને E ભરપૂર માત્રામાં હોય છે. આ સાથે તેમાં પોટેશિયમ અને આયર્ન જેવા તત્વો પણ મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

ગધેડીનું દૂધ

ગધેડીના દૂધમાં લેક્ટોફેરીન અને ફેટી એસિડ જેવા ચોક્કસ પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. એવું માનવામાં આવે છે કે રાણી ક્લિયોપેટ્રાએ તેની સુંદરતા જાળવી રાખવા માટે ગધેડીના દૂધનો ઉપયોગ કર્યો હતો.

જીરાફનું દૂધ

વિશ્વના કેટલાક ભાગોમાં જિરાફનું દૂધ પણ પીવામાં આવે છે. તેમાં વિટામિન A અને B12 ભરપૂર માત્રામાં હોય છે અને તે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યાઓમાં મદદ કરે છે.

યાક દૂધ

યાકનું દૂધ ઊંચા પર્વતીય વિસ્તારોમાં ખાસ કરીને તિબેટીયન ઉચ્ચપ્રદેશમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમાં પ્રોટીન અને પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે ગાયના દૂધ કરતાં વધુ પૌષ્ટિક છે.

ડુક્કરનું દૂધ

ડુક્કરના દૂધમાં ભરપૂર માત્રામાં પોષણ હોય છે. તેમાં ગાયના દૂધ કરતાં વધુ પોષક તત્વો હોય છે, જે નાના બાળકો માટે ફાયદાકારક માનવામાં આવે છે.

ઘેટાંનું દૂધ

ચીન, ગ્રીસ અને સ્પેન જેવા દેશોમાં ઘેટાંનું દૂધ પીવાનો ટ્રેન્ડ છે. તેમાં આયર્ન, કેલ્શિયમ, ઝિંક અને વિટામિન સી જેવા પોષક તત્વો હોય છે, જે તેને ગાયના દૂધ કરતાં વધુ ફાયદાકારક બનાવે છે.

Gas Relief Tips: જમ્યા પછી પેટ ફુગ્ગાની માફક ફુલવા લાગે તો શું ખાવું જોઈએ?