અત્યારના સમયમાં ખોટી ખાણીપીણીના કારણે લોકો ઝડપથી પેટ ફૂલવાની સમસ્યાનો શિકાર થઈ રહ્યા છે. જેને બ્લોટિંગ પણ કહેવામાં આવે છે.
પેટ ફુલવાની સમસ્યાથી મુક્તિ મેળવવા માટે તમે આદુનો ઉપયોગ કરી શકો છો. જે તમારી ડાઈઝેસ્ટિવ સિસ્ટમને મજબૂત બનાવવાની સાથે-સાથે બ્લોટિંગથી પણ છૂટકારો આપે છે.
સામાન્ય રીતે વરિયાળી નેચરલ માઉથ ફ્રેશનરનું કામ કરે છે, પરંતુ વરિયાળી ચાવવાથી બ્લોટિંગની સમસ્યાથી મુક્તિ મળી શકે છે.
ફૂદીનાના પાન આયુર્વેદિક ગુણોથી ભરપુર હોય છે. હકીકતમાં ફુદીનાની તાસીર ઠંડી હોય છે. જે પેટને ઠંડક આપવાનું કામ કરે છે. જેના કારણે પણ પેટ ફુલવાની સમસ્યામાંથી મહદઅંશે મુક્તિ મળે છે.
આ માટે તમે ફૂદીનાના પાનથી બનેલી ચા પી શકો છો. જેનાથી તમે થોડા દિવસમાં ફરક દેખાવા માંડશે.
જો તમે એક ચમચી હુંફાળા પાણીમાં આખા જીરા પલાળીને તેનું પાણી પીવો છો, તો તેનાથી પણ બ્લોટિંગની સમસ્યામાંથી મહદઅંશે મુક્તિ મળી શકે છે.