ગણેશ ચતુર્થીના તહેવારને સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં બાપ્પાનું ઢોલ-નગારા સાથે તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
ટીવીની પ્રખ્યાત અભિનેત્રી અંકિતા લોખંડે પાસે સાડીઓનું અદ્ભુત કલેક્શન છે. જેમાંથી તમે પણ તેમના જેવી સાડી પહેરી શકો છો.
જો તમે પણ આ ગણેશ ચતુર્થીએ અદભૂત દેખાવા માંગતા હો, તો અંકિતા લોખંડે જેવી સ્ટાઈલની સાડી પહેરી શકો છો.
જો તમે તમારા લુકને રોયલ બનાવવા માંગો છો તો ગણેશ ચતુર્થી પર સિલ્કની સાડી પહેરી શકો છો.
અંકિતા લોખંડે નૌવારી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તમે પણ આ પ્રકારની સાડીને પણ સ્ટાઇલ કરી શકો છો.
અંકિતા લોખંડે ગોલ્ડન સિલ્ક સાડીમાં એકદમ ક્લાસી લાગે છે. તમે ગણેશ ચતુર્થીના પ્રસંગે આ પ્રકારની સાડીને સ્ટાઇલ કરી શકો છો.
જો તમે તમારા દેખાવને અલગ અને શ્રેષ્ઠ દેખાવ બનાવવા માંગતા હોવ તો તમે અંકિતા લોખંડેના આ બાંધણી સાડીના લુકને કોપી કરી શકો છો.
ગણેશ ચર્તુર્થી પર તમે સાડીની સાથે આ રોયલ બ્લાઉઝ ડિઝાઇનને પણ જોડી શકો છો. જેથી તમે અદભુત લાગી શકો છો.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.