અંકિતા લોખંડેનો સિલ્ક સાડીઓમાં જોવા મળ્યો શાહી અંદાજ, SEE Pics


By Sanket Parekh30, Mar 2023 04:05 PMgujaratijagran.com

પવિત્ર રિશ્તા

TVના પૉપ્યુલર શૉ 'પવિત્ર રિશ્તા' ફેમ અંકિતા લોખંડે હાલ ભલે પડદાથી દૂર હોય, પરંતુ પોતાના માદક અંદાજથી સોશિયલ મીડિયામાં જલવો વિખેરતી જોઈ શકાય છે.

ટ્રેડિશનલ લવર

ટ્રેડિશનલ લવર અંકિતા લોખંડે લગ્ન બાદ અવારનવાર સાડી લુકમાં જ મોટાભાગે જોવા મળે છે

સાદગી

ઈન્ડિયન લુકમાં એક્ટ્રેસનો સાદગી ભરેલો અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ પડી રહ્યો છે

શાહી અંદાજ

આજે અમે તમને ડીવાના રૉયલ સિલ્ક સાડીમાં શાહી અંદાજ દેખાડવા જઈ રહ્યાં છે.

સ્કાય બ્લૂ

આ સ્કાય બ્લૂ કલરની જરી વર્ક સાડીમાં અંકિતાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર પોતાનો પ્રિટી લુક શેર કર્યો છે. આ સાથે જ એક્ટ્રેસે મોતીની જ્વેલરી કેરી કરી છે.

મરાઠી લુક

રેડ અને બ્લેક કૉમ્બિનેશન વાળી આ સિલ્ક સાડીમાં એક્ટ્રેસે ખુદને મરાઠી લુક આપ્યો છે.

રેટ્રો લુક

અભિનેત્રીનો દરેક સિલ્ક સાડી લુક ખૂબ જ હટકે હોય છે. આ બ્લેક સાડીમાં અંકિતાના રેટ્રો લુકથી નજર જ નથી હટતી.

ગૉર્જિયસ લુક

જો આપ હાલના દિવસોમાં ટ્રેડિંગ સિલ્ક સાડી લુકને કેરી કરવા માંગો છો, તો એક્ટ્રેસની આ સાડીઓથી આઈડિયા લઈ શકો છો

હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક બોલિવૂડ એક્ટ્રેસને આપે છે ટક્કર