↪ સૂકા અંજીર- અડધો કપ ↪ કેસર- જરૂરિયાત મુજબ ↪ દૂધ- 2 લીટર ↪ ખાંડ- 2 ચમચી ↪ ઈલાયચી પાવડર- અડધી ચમચી ↪ ડ્રાય ફ્રૂટ્સ- ગાર્નિશ માટે
અંજીર બાસુંદી બનાવવા માટે સૌ પ્રથમ દૂધને ગરમ કરીને એક બાઉલમાં રાખો અને તે બાદ તેમાં કેસર નાંખીને સારી રીતે હલાવી દો.
હવે એક તપેલીમાં દૂધ અને ખાંડ નાંખીને સારી રીતે મિક્સ કરી દો. જે બાદ દૂધને ઉકાળો અને વચ્ચે- વચ્ચે હલાવતા રહો.
હવે ગેસની આંચને ધીમી કરી દો અને 15-20 મિનિટ સુધી દૂધને ગરમ કરતા રહો. આ દરમિયાન સમયાંતરે ચમચાની મદદથી દૂધને હલાવતા રહો, જેથી દૂધ વાસણ સાથે ચોંટે નહીં.
આ દૂધમાં કેસર દૂધનું મિશ્રણ નાંખો, જે પહેલા તૈયાર કરીને બાઈલમાં રાખ્યું હતુ. આ સાથે જ દૂધનો રંગ પીળો પડવા લાગશે.
જે બાદ જ્યારે દૂધ ગાઢ થઈ જાય, તો તેમાં અંજીર, કેસર અને દૂધનું મિશ્રણ અને ઈલાયચી પાવડર મિક્સ કરીને સારી રીતે હલાવી દો. જેને 2 થી 5 મિનિટ સુધી ગરમ કરતા હલાવતા રહો.
આ તૈયાર બાસુંદીને ઠંડી થવા માટે ઓછામાં ઓછું એક કલાક માટે ફ્રીઝમાં રાખી દો. હવે તેને સર્વ કરો.