વેદાંતામાં હિસ્સેદારી વેચવા અંગે વહેતી થઈ અટકળો, અનિલ અગ્રવાલે કરી સ્પષ્ટતા


By Nilesh Zinzuwadiya23, Mar 2023 04:17 PMgujaratijagran.com

બ્લૂમબર્ગનો અહેવાલ

બ્લૂમબર્ગે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે અનિલ અગ્રવાલ વેદાંતામાંથી 5 ટકાથી ઓછો હિસ્સો ઘટાડવાની શક્યતા વિચારી રહ્યા છે

1 અબજ ડોલરની લોન

વેદાંતામાં અગ્રવાલ આશરે 70 ટકા હિસ્સો ધરાવે છે. ઓછામાં ઓછા બેંકો સાથે 1 બિલિયન ડોલરની લોન માટે વાતચીત ધરાવો છે. જોકે અનિલ અગ્રવાલે હિસ્સો વેચવાની વાતને નકાદી દીધી હતી.

વેદાંતાના શેરોમાં મોટો કડાકો

ભારતીય શેરબજારમાં શેરની કિંમતમાં શેરનો ભાવ રૂપિયા 14.45 એટલે કે 5.06 ટકા ગગડી રૂપિયા 270.90 થયો છે.

દેવાનો બોજ ઘટાડી રહી છે વેદાંતા કંપની

ગયા સપ્તાહે લંડન સ્થિત વેદાંતા રિસોર્સિસે 250 મિલિયન ડોલરની પરત ચુકવણી કરી હતી, કંપનીએ બાર્ક્લેસ બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક પાસેથી લીધી હતી.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની મોટી યોજના, અનેક એરપોર્ટ્સ ખરીદવાની તૈયારી