અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડીંગ 1 માર્ચથી શરુ થઈ ગઈ છે. દુનીયાભરમાંથી વિવિધ ક્ષેત્રોની હસ્તીઓ અંબાણી પરીવારના આ સુખના અવસરમા ભાગ લેવા આવી પહોંચી છે.
અનંત અંબાણીના નવા પ્રોજ્ક્ટ વનતારા પણ સમચારમાં છે. આ પ્રાણીઓનું રેસ્ક્યુ અને રીહેબીલીટેશન સેન્ટર 3000 એકરમાં ફેલાયેલું છે.
નીતા અંબાણીએ ઈન્ટરવ્યુંમા જણાવ્યું હતું કે અનંત બે વર્ષનો હતો ત્યારથીજ એને પ્રાણીઓ પ્રત્યે ઘણો લગાવ હતો, અને સ્ટ્રીટ એનિમલને ઘરમા લઈ આવતો અને તેની સેવા કરતો હતો.
અનંત અંબાણી ઈન્ટરવ્યુંમા જણાવ્યું કે નીતા અંબાણી પણ પ્રાણી પ્રેમી છે, તે સોસાયટીમાં રહેતી બધી બિલાડીઓને દૂધ પીવડાવતી હતી અને કોઈ ઝખ્મી કબૂતર કે બાજના બચ્ચાને બચાવીને તેની સેવા કરતી હતી.
અનંત અંબાણીનુ બાળપણ જામનગરમા વિત્યું છે, અને તેમના દાદી પણ અહીંના છે. મુકેશ અંબાણી તેમની રીફાઈનરી અહીં લગાવી હતી.
અનંત અંબાણી ભગવાન કૃષ્ણ અને ગણેશના ભક્ત છે, નીતા અંબાણી જેમ તેઓ પણ ઘાર્મિક પ્રવુત્તીઓ કરે છે, અને સનાતન ધર્મમાં વિશ્વાસ રાખે છે.