વન્તારા અનંત અંબાણીનું સપનું હતું જે હવે પૂરુ થયું છે, વન્તારા વિશ્વનું સૌથી મોટું પ્રાણીસંગ્રાહલય સહિત તે એક એનિમલ રેસ્કયુ અને રીહેબિલીટેશન સેન્ટર છે.
રીલાયન્સ ઈન્ડસ્ટ્રી અને રીલાયન્સ ફાઉન્ડેશન એ 26 ફેબ્રુઆરી 2024 ના રોજ વન્તારાનું લોકાર્પણ કર્યું હતુ.
અનંત અંબાણી વન્તારા માટેની પ્રેરણા તેમના પરિવાર તરફથી મળી જેઓ પ્રાણી પ્રત્યે ખૂબ પ્રેમ ધરાવે છે.
વન્તારાનો મુખ્ચ ઉદેશ્ય ભારતમાં વિલુપ્ત થતી પ્રજાતીઓ અને અને તેમના અસિત્વને બચાવાનો છે.
વન્તારામાં વૈજ્ઞાનિક રીતે બનાવેલા એનક્લોશર, હાઈડ્રોથેરાપી પૂલ, જળાશયો, અને મોટા હાથીની આર્થરાઈટીઝની ટ્રીટમેન્ટ માટે જકૂઝી અને અન્ય વિશિષ્ટ સુવિધાઓ છે.
રેસ્કયુ કરેલા પ્રાણીઓની સારવાર અને તેમના રીહેબીલીટેશન માટે 1 લાખ સ્ક્વેર ફુટની હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર બનાવવામાં આવ્યું છે.
હાથી અને અન્ય પ્રાણીઓ માટે જરુરીયાત પ્રમાણેના ખોરાકની સુવિધા માટે 14,000sqft નું વિશિષ્ટ રસોડુ બનાવવામાં આવ્યું છે. હાથીની સારી રીતે સંભાળ થઈ શકે તે માટે આયુર્વેદિક નિષ્ણાતોની પણ નિમણુંક કરવામાં આવી છે.
વન્તારાનો ધ્યેય ભવિષ્યમાં ઝૂ ઓથોરીટી અને અન્ય સંબધિત સરકારી સંસ્થાઓ સાથે મળીને ભારતના 150થી વધુ પ્રાણીસંગ્રાહલયોના ધોરણોને વઘારવાનો છે.
વન્તારાનો હેતુ વિશ્વભરમાં પ્રાણી કલ્યાણ અને સંરક્ષણ પ્રયાસો પર નોંધપાત્ર પ્રભાવ પાડવાનો છે.