અનેક શારીરિક સમસ્યાઓ વચ્ચે અનંત અંબાણીની પદયાત્રા, જાણો તેમને કઈ બિમારી છે.


By Kajal Chauhan04, Apr 2025 05:45 PMgujaratijagran.com

અનંત અંબાણીની પદયાત્રા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાનો પુત્ર અનંત અંબાણી પોતાની પદયાત્રાને લઈને છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે.

દરરોજ 10 થી 12 કિમી પદયાત્રા

અનંત અંબાણી ગુજરાતના જામનગર સ્થિત રિલાયન્સથી દ્વારકાધીશ મંદિર સુધી પદયાત્રા કરી રહ્યા છે. આજે અનંત અંબાણીની પદયાત્રાનો આઠમો દિવસ છે. દરરોજ 10 થી 12 કિમી અંતર કાપે છે

10 એપ્રિલે દ્વારકા પહોંચશે

10 એપ્રિલે દ્વારકાધીશના દર્શન કરીને અનંત અંબાણી પોતાનો જન્મદિન મનાવશે. અનંત અંબાણીની પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે.

અનંત અંબાણીને કઈ બિમારી છે

અનેક હેલ્થ સમસ્યાઓ વચ્ચે અનંત અંબાણી પદયાત્રા કરી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર અનંત અંબાણીને ક્રોનિક અસ્થમા નામની બિમારી છે.

કેમ વધી રહ્યું છે વજન

ક્રોનિક અસ્થમાની બિમારીને કારણે અનંત અંબાણીને અનેક દવાઓ લેવી પડે છે. જેના કારણે તેમનું વજન વધી રહ્યું છે.

દવાઓને કારણે ફરી વજન વધ્યું

થોડા સમય પહેલા અનંત અંબાણીએ 108 કિલો વજન ઓછું કર્યું હતું. પરંતુ દવાઓને કારણે તેમનું વજન ફરી વધી ગયું હતું.

All Caste Mass Wedding Event: રાજકોટમાં સમુહ લગ્નના આયોજકો રાતોરાત ફરાર, 28 જાનના લોકો રઝળી પડ્યા