સેન્સેક્સની ટોપ 10 પૈકી 9 કંપનીનું M-Cap 2.34 લાખ કરોડ વધ્યું


By Nilesh Zinzuwadiya02, Apr 2023 11:03 PMgujaratijagran.com

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને થયો સૌથી વધારે ફાયદો

સેન્સેક્સના ટોચની 10 પૈકી નવ કંપનીનું બજાર મૂડીકરણ વીતેલા સપ્તાહમાં રૂપિયા 2,34,097.42 કરોડ વધ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રઝને સૌથી વધુ ફાયદો

સેન્સેક્સ 1464 પોઇન્ટ વધ્યો

વીતેલા સપ્તાહમાં સેન્સેક્સ 1,464.42 પોઇન્ટ એટલે કે 2.54 ટકા વધ્યો હતો. RILનું બજાર મૂડીકરણ રૂપિયા 86,317.26 કરોડ વધી રૂપિયા 15,77,092.66 કરોડ થયું છે.

અન્ય કંપનીઓનું બજાર મૂડીકરણ વધ્યુ

TCSનું બજાર મૂડીકરણ રૂપિયા 30,864.1 કરોડ વધી રૂપિયા 11,73,018.69 કરોડ થયું છે. આ ઉપરાંત HDFC બેંક તથા ઈન્ફોસિસનું બજાર મૂડીકરણ પણ નોંધપાત્ર વધ્યું.આ ઉપાંત HUL, SBI, ITCને પણ ઘણો ફાયદો થયો છે.

ભારતી એરટેલનું એમ-કેપ ગગડ્યું

જોકે ભારતી એરટેલનું એમ-કેપ ગગડ્યું છે. તે રૂપિયા 6,192.12 કરોડ ઘટીને રૂપિયા 4,76,552.34 કરોડ થયું છે.

સરકારે ડીઝલ-પેટ્રોલની નિકાસ પર નિયંત્રણ લાદ્યા, કયા કારણો છે જવાબદાર