સેન્સેકસની ટોપ 10 પૈકી 6 કંપનીનું બજાર મૂડીકરણ વીતેલા સપ્તાહમાં રૂપિયા 70,527.1 કરોડ વધ્યું હતું. RILના એમ-કેમમાં સૌથી વધારે વધારો થયો હતો.
સમીક્ષા હેઠળમાં HUL, ભારતી એરટેલ, ITC, ICICI બેંક અને HDFC બેંકનું માર્કેટ કેપ વધ્યું છે. જ્યારે ઈન્ફોસિસ, TCS, SBI તથા બજાર ફાયનાન્સના બજાર મૂડીકરણમાં ઘટાડો થયો હતો.
ભારતી એરટેલનું બજાર મૂડીકરણ રૂપિયા 16,953.01 કરોડ, ITCનું એમકેપ 7,607.26 કરોડ વધ્યું હતું. જ્યારે ICICI બેંકનું બજાર મૂડીકરણ રૂપિયા 4,581.64 કરોડ વધ્યું.
ઈન્ફોસિસનું એમકેપ રૂપિયા 19,403.04 કરોડ ઘટી રૂપિયા 5,94,252 કરોડ થયું છે. જ્યારે TCSનું બજાર મૂડીકરણ રૂપિયા 18,258.67 કરોડ ઘટી રૂપિયા 13,06,391.11 કરોડ થયું છે. આ ઉપરાંત SBIનું બજાર મૂડીકરણ રૂપિયા 16,019.67 કરોડ ગગડ્યું છે.