કંપનીઓ પરિણામો, ક્રુડના ભાવ અને પશ્ચિમ એશિયામાં ભૂ-રાજકિય અનિશ્ચિતતા જેવા મુદ્દા આ સપ્તાહમાં સ્થાનિક શેરબજારની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત FIIની કામગીરી પણ બજારની મહત્વની ભૂમિકા ભજવશે.
આ સપ્તાહે અનેક દિગ્ગજ કંપનીઓ તેના ત્રિમાસિક પરિણામો રજૂ કરશે. જે બજારને અસર કરી શકે છે. FII દ્વારા તાજેતરમાં કરવામાં આવી રહેલી વેચવાલી પણ બજાર માટે અસર કરતો મુદ્દો છે.
વિતેલા સપ્તાહ દરમિયાન શેરબજારમાં સાપ્તાહિક ધોરણે 287.11 પોઇન્ટ એટલે કે 0.43 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ ખરીદી કરી હતી