- આયર્ન - કેલ્શિયમ - પોટેશિયમ - મેગ્નેશિયમ - વિટામિન સી
આમળાનું તેલ તમારી આંખ માટે ફાયદાકારક ગણવામાં આવે છે. એન્ટિ ઓક્સિડેન્ટથી ભરપૂર આમળાનું તેલ આંખોના ઉપરના ભાગ પર લગાવીને માલિશ કરી શકો છો, પરંતુ ધ્યાન રાખવું કે તેલ આંખની અંદર ના જાય.
જો તમે સાંધાના દુખાવાથી પરેશના છો તો આમળાના તેલનો ઉપયોગ કરી શકો છો. આમળાના તેલાં એન્ટિ ઇન્ફ્લેમેટરી રહેલું હોય છે, જે સાંધાન દુખાવા અને સોજામાં રાહત અપાવે છે.
વધતી ઉંમરના લક્ષણોને ઘટાડવા માગો છો તો આમળાનું તેલ લગાવો. આમળાના તેલથી ચહેરાની માલિશ કરવાથી ત્વચા ટાઇટ રહે છે. આ તેલની મસાજ કરવાથી ચહેરાની ચરબી ઘટે છે.
વાળની ઘણી સમસ્યાઓમાં આમળાનું તેલ રાહત અપાવે છે. વિટામિન સી અને એન્ટિ ઓક્સિડેન્ટથી ભરપૂર આમળા તેલને સ્કેલ્પમાં લગાવીને મસાજ કરવાથી વાળ મજબૂત બને છે.
શું તમે જાણો છો આમળાનું તેલ શરીરના સોજા ઘટાડી શકે છે? એન્ટિ ઇન્ફ્લેમેટરી યુક્ત આમળાનું તેલ લગાવવાથી સોજા અને તેના દુખાવામાં રાહત અપાવી શકે છે.