મીઠા લીમડાની સાથે લીંબુનો રસ મિક્સ કરીને લગાવવાથી ડાઘાની સમસ્યાથી રાહત મળે છે. આ માટે પત્તાને વાટીને તેમા લીંબુનો રસ મિસ્ક કરો અને 10થી 15 મિનિટ ફેસ પર લગાવો.
મીઠા લીમડાની સાથે મધ મિક્સ કરીને લગાવવાથી ચહેરા પર પ્રાકૃતિક રૂપથી ચમક આવવાની સાથે સાથે ડાઘા અને ખીલની સમસ્યા પણ રાહત મળે છે. આ માટે મીઠા લીમડાના પત્તાને વાટીને તેમાં થોડું દહીં અને મધ મિક્સ કરીને ચહે
મીઠા લીમડાની સાથે મુલતાની માટીની પેસ્ટ બનાવી લગાવાથી ત્વચાને ઘણાં ફાયદા મળે છે. આ માટે મીઠા લીમડાને વાટીને પાવડર બનાવો, હવે તેમાં મુલતાની માટી, ગુલાબજળ અને દહીં મિક્સ કરીને લગાવો.
ત્વચાના ડાઘા ઘટાડવા માટે તમે હળદર અને મીઠા લીમડાનો ફેસપેક બનાવી એક સાથે લગાવી શકો છો. આ માટે પત્તાને વાટીને તેમાં હળદર મિક્સ કરો અને પેસ્ટ તૈયાર કરીને ચહેરા પર લગાવો.
મીઠા લીમડાને દહીની સાથે મિક્સ કરીને લગાવવાથી ડાઘા અને પિગમેન્ટેશન જેવી સમસ્યા ઘટે છે. આને બનાવવા માટે પત્તાને વાટીને તમાં થોડી દહીં મિક્સ કરો અને ઓછામાં ઓછા 15થી 20 મિનટ સુધી તેને ચહેરા પર લગાવી રાખો.