પ્રખ્યાત પોપ સિંગર લૂ ક્રિસ્ટીનું નિધન, 82 વર્ષેની ઉંમરે લીધા અંતિમ શ્વાસ


By Vanraj Dabhi21, Jun 2025 01:10 PMgujaratijagran.com

લૂ ક્રિસ્ટી

હોલીવુડના પ્રખ્યાત પોપ સિંગર લૂ ક્રિસ્ટીનું 82 વર્ષની ઉંમરે નિધન થયું.

પોપ કલ્ચર

60ના દાયકામાં લૂ ક્રિસ્ટી અમેરિકન પોપ કલ્ચરમાં એક જાણીતું નામ હતું. લૂ ક્રિસ્ટી લાઈટનિન, સ્ટ્રાઈક્સ જેવા હિટ ગીતો બનાવવા માટે જાણીતા હતા.

આલ્ફ્રેડો જીઓવાન્ની સાકો

આ ગીત તેના સમયમાં સંગીત ચાર્ટમાં ટોચ પર હતું. લૂ ક્રિસ્ટીનું સાચું નામ આલ્ફ્રેડો જીઓવાન્ની સૅકો હતું.

લૂ ક્રિસ્ટીનો જન્મ

લૂ ક્રિસ્ટીનો જન્મ 19 ફેબ્રુઆરી, 1943ના રોજ ગ્લેનવિલાર્ડ, પેન્સિલવેનિયામાં થયો હતો. તેમનો ઉછેર પિટ્સબર્ગમાં થયો હતો.

સંગીત ઇવેન્ટ્સ

તેમણે હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી વખતે સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું. તેમણે સંગીત કાર્યક્રમોમાં પણ ગાવાનું શરૂ કર્યું.

ટોપ ટેન ગીતો

લૂ ક્રિસ્ટીએ 1969માં 'આઈ એમ ગોના મેક યુ માઈન' ગાયું હતું, જે તે સમયના ટોપ ટેન ગીતોમાં સ્થાન મેળવ્યું હતું.

સંજય કપૂર પંચમહાભૂતમાં વિલીન, કરીના રડી પડી, કરિશ્મા તેના પુત્રને સાચવતી જોવા મળી