તમિલનાડુમાં લોકોના શરીરમાં સોંય ભોંકીને તેમજ સળિયાથી કાણાં પાડવામાં આવે છે. એવું મનાય છે કે, આમ કરવાથી ભગવાન મુરુગન પ્રસન્ન થાય છે અને તેમની તમામ સમસ્યાઓ દૂર કરશે.
આંધ્ર પ્રદેશના દેવરાગટ્ટૂ મંદિરમાં
મધ્ય પ્રદેશમાં લોકો દોડતી ગાય અને બળદના નીચે સૂઈ જાય છે. એવી માન્યતા છે કે, આમ કરવાથી ગૌમાતા તેમને આશીર્વાદ આપે છે.
ભારતમાં કેટલીક જગ્યાએ યુવતીને લગ્નમાં સાવરણી આપવાનો રિવાજ છે. એવું માનવામાં આવે છે કે, આમ કરવાથી માઁ લક્ષ્મી હંમેશા તેની સાથે જ રહેશે.
ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લામાં વરની જગ્યાએ કુંવારી બહેન જાન લઈને જાય છે. વરરાજાને કન્યા સોંપ્યા બાદ બહેનનું કામ પતી જાય છે.
હિન્દુ લગ્નોમાં ક્યાંક એવો પણ રિવાજ છે કે, કન્યાને વરરાજા ન્હાયા હોય, તેવું પાણી મોકલવામાં આવે છે. જેથી કન્યા તે પાણીથી ન્હાઈ શકે.
તમિલનાડુમાં લોકો અંગારા પર ચાલે છે. આ એક ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. અહીં આગ પર ચાલવાની પરંપરા વર્ષો જૂની છે.