રાત્રે સૂતા પહેલા એક મુઠ્ઠી ચણાને પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય ફાયદા મળે છે.
ચણા પોષક તત્વોનું પાવર હાઉસ કહેવાય છે.તેમાં પ્રોટીન,કેલ્શિયમ,જસત,તાંબુ,વિટામિન બી અને ફાઈબર વગેરે જેવા જરૂરી પોષક તત્વોનો ખૂબ સારો સ્ત્રોત છે.
પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર પલાળેલા ચણા શરીરને આંતરિક રીતે મજબૂત બનાવે છે.આ ખાવાથી માંસપેશીઓ મજબુત બને છે અને તેમનો સારો વિકાસ થાય છે.
જો તમને પાચન સંબંધી સમસ્યા હોય પલાળેલા ચણા કોઈ દવાથી ઓછા નથી.સવારે પલાળેલા ચણા ખાવાથી પાચનશક્તિ મજબૂત બને છે.
વજન ઘટાડવા માટે આ એક સુપરફૂડ છે.પલાળેલા ચણા ખાવાથી મેટાબોલિઝમ વધવાની સાથે શરીરને જરૂરી પોષણ આપીને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.
હાઈ કોલેસ્ટ્રોલ,બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે પલાળેલા ચણાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.આ ખાવાથી સારું કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.
ચણાનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.તે કોલેસ્ટ્રોલ,બીપી, સ્થૂળતા,સુગર વગેરે જેવા હૃદય રોગના જોખમને ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખે છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપટેડ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.