કાનનું માલિશ કરવું એ એક ઉપચાર જેવું છે, જે મન અને શરીર બંનેને શાંત કરે છે.ચાલો જાણીએ કાનનું માલિશ કરવાથી શું ફાયદા થાય છે.
કાનની માલિશ કરવાથી થાક તો દૂર થાય છે સાથે સાથે તણાવ પણ દૂર થાય છે અને શરીરની સાથે સાથે મન પણ અત્યંત હળવાશ અનુભવે છે.
કાનની માલિશ કરવાથી માઈગ્રેન અને માથાનો દુખાવામાં રાહત મળે છે. જો તમે પણ માઈગ્રેન અને માથાના દુખાવાથી પરેશાન છો તો કાનની માલિશ કરો.
કેટલાક સંશોધનનો અનુસાર કાનની માલિશ કરવાથી વજનને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે.આ થોડું વિચિત્ર લાગે છે, પરંતુ તે તદ્દન અસરકાર છે.
કાનની માલિશ કરતી વખતે તેને થોડો ખેંચો અને તેમને નરમ હાથથી ઘસો, આનાથી રક્ત પરિભ્રમણ વધે છે જે સ્નાયુઓના દુખાવામાં રાહત આપે છે.
જો ઉંઘ ન આવવાની સમસ્યા હોય તો પગના તળિયાની માલિશ કરવા સિવાય કાનની પણ માલિશ કરો. આ તમને આરામ અને સારી ઊંઘ આપશે.
કોઈપણ પ્રકારના તણાવ,ગુસ્સા અને ચિંતાને શાંત કરવા માટે કાનની માલિશ એ શ્રેષ્ઠ માર્ગ છે.આનાથી શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન્સ નીકળે છે જેનાથી મન ખુશ થાય છે અને એનર્જિ વધે છે.
કાન અને તેની આસપાસ માલિશ કરવાથી સાંભળવાની ક્ષમતામાં પણ વધારો થાય છે, તેનાથી તમારા નવરાશના સમયમાં અથવા સૂતા પહેલા કાનની માલિશ કરો.
તમે પણ કાનની માલિશ કરો, જો સ્ટોરી સારી લાગે તો લાઈક-શેર કરો અને આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.