જીરુંનો ઉપયોગ દરેક રસોડામાં રસોઈ માટે થાય છે. તેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ રીતે જીરુંનું સેવન કરવાના ફાયદાઓ વિશે જાણીએ.
2 ચમચી જીરુંને પાણી નાખીને ઉકાળો અને ગાળીને તે હૂંફાળું થાય ત્યારે તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
કબજિયાતની સમસ્યા હોય તો, તમે જીરાનું સેવન કરી શકો છો.
એક ચમચી મધમાં અડધી ચમચી જીરાનો પાવડર નાખીને તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.
જીરાને સારી રીતે શેકીને પાવડર બનાવીને હુંફાળા પાણીમાં મિક્સ કરીને પીવો.
1 ગ્લાસ પાણીમાં 2 ચમચી જીરું આખી રાત પલાળીને તેને સવારે ઉકાળીને તેમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવો.
જીરુંનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
એક ગ્લાસ હુંફાળા પાણીમાં અડધી ચમચી જીરું નાખીને તેનું સેવન કરવાથી પાચનને સુધારવામાં મદદ કરે છે.
શરીરમાં કોઈપણ સમસ્યા હોય તો, જીરુંનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો. સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.