એક મહિના સુધી એલોવેરાના જેલને ચહેરા પર લગાવવાથી થતા ફાયદા


By Hariom Sharma06, Dec 2023 12:41 PMgujaratijagran.com

એલોવેરા

એલોવેરા એંટી ઈફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. તેને ચહેરા પર લગાવવાથી એક રક્ષણ આપતુ કવચ બને છે. એલોવેરા જેલને એક મહિના સુધી લગાવવાથી ચહેરાને અનેક ફાયદા મળે છે. ચલો જાણીએ એ ફાયદા વિશે.

કરચલીઓથી રાહત

લાંબી ઉંમરે ચહેરા પર પડતી કરચલીઓને દૂર કરવામા એલોવેરાનુ જેલ મદદ કરે છે. તેને ચહેરા પર લગાવવાથી ચામડીસ પર કોલેજનની માત્રા વધે છે, જેના કારણે ચામડી કોમળ બને છે.

તડકામા રાહત

જો તમે ચહેરા પર એલોવેરા જેલ લગાવો છો તો તડકાથી ચામડીને થતા નુકસાનમા રાહત મળે છે. ઘણીવાર વધારે પડતા તડકામા રહેતા ચહેરો કાળો પડવા લાગે છે . ઓલેવેરાનુ જેલ લગાવવાથી આ સમસ્યામાથી છૂટકારો મળે છે.

ચહેરા પરના દાગ દૂર કરે

એલોવેરા જેલને ચહેરા પર લગાવવાથી ચામડીમા મેલેનિનુ પ્રોડ્કશન ઓછુ થાય છે. તેનાથી ચહેરાની ચામડીમા જોવા મળતા દાગ દૂર થાય છે.

ડ્રાઈ સ્કિનથી છૂટકારો

ચામડીનુ સૂકાપણુ દૂર કરવા માટે એલોવેરાનુ જેલ એક સારો વિકલ્પ છે. તેને રોજ લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. આ ઉપરાંત તે ડેડ સેલ્સને પણ બહાર નીકાળે છે.

ખીલની સમસ્યામાથી રાહત

એલોવેરા જેલને ચહેરા પર લગાવવાથી ચહેરા પર લાગેલી માટી અને કણો દૂર થાય છે. આ ઉપરાંત ચહેરા પર નીકળતા ખીલથી પણ બચી શકાય છે.

વધારાનુ ઓયલ દૂર કરે

ચહેરા પર લાગેલુ ઓયલ પણ ઘણીવાર ખીલનુ કારણ બને છે. એવામા ચામડી પર લાગેલુ વધારાનુ ઓયલ દૂર કરવા માટે તમે એલોવેરાના જેલનો ઉપયોગ કરી શકાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

દૂધમા ખજૂર નાખીને ખાવાથી દૂર રહે છે 4 રોગ