ચોમાસાની વિદાય છતા ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદમાં ભજીયા તો બધાને ગમે આજે ગુજરાતી જાગરણ તમને અળવીના ભજીયાની રેસિપી જણાવશે.
ચણાનો લોટ, બેકિંગ સોડા, તેલ, પાણી, લીંબુનો રસ, અળવીનાં પાન.
સૌ પ્રથમ અળવીના પાન ધોઈ સાફ કરી સ્ટીલના કાઠા વાળા ગ્લાસ વડે ગોળ પતિકા બનાવી લો. તમે મેથીની જેમ સમારી પણ ભજીયા બનાવી શકો છો.
હવે એક બાઉલમાં ચણાનો લોટ, બેકિંગ સોડા, પાણી ઉમેરો.
હવે તેમાં થોડો લીંબુનો રસ નાખીને બરાબર મિક્ષ કરીને બેટર બનાવી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને અળવીના પાનના પતિકાને બેટરમાં કોટ કરીને તેલમાં મૂકો. જો મેથીની જેમ સુધાર્યા હોય તો ભજીયા પાડી લો.
ભજીયા ક્રિસ્પી થાય ત્યાં સુધી બને બાજુ ફેરવીને તળી લો.
તૈયાર છે અળવીના ભજીયા, તમે ચા કે ચટણી સાથે સર્વ કરી શકો છો.