એલોવેરા જેલ સ્કિન માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્કિન સાથે સંકળાયેલી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિ એલોવેરા જેલ જરૂર લગાવતા હોય છે. જો કે કેટલીક કંડિશનમાં એલોવેરા જેલને ચહેરા પર લગાવવાનું ટાળવું જ જોઈએ.
એલોવેરા જેલ ચહેરા પરથી ખીલને દૂર કરવાનું કામ કરે છે. જો કે તમારા ચહેરા પર વધારે પડતા ખીલ હોય, તો તમારે એલોવેરા જેલ લગાવવાથી બચવું જ રહ્યું.
પ્રેગ્નેન્ટ મહિલાઓએ પણ પોતાના ચહેરા પર ક્યારેય એલોવેરા જેલ ના લગાવવી જોઈએ. આમ છતાં જો તેઓ એલોવેરા જેલ એપ્લાય કરે, તો તેમને રેશેજ અને ખણ આવવાની સમસ્યા થઈ શકે છે.
જો તમારી સ્કિન ઑઈલી હોય, તો તમારે ચહેરા પર એલોવેરા જેલ લગાવવાથી દૂર જ રહેવું જોઈએ, કારણ કે તેનાથી તમને ખીલ થઈ શકે છે.
નાના બાળકોના ચહેરા પર પણ એલોવેરા જેલ ક્યારેય ના લગાવવી જોઈએ, કારણ કે તેમની સ્કિન નાજુક અને સંવેદનશીલ હોય છે. આથી બાળકોને એલર્જી જેવી સમસ્યા થઈ શકે છે.