Chana Sprouts Benefits: નાસ્તામાં ફણગાવેલા ચણા ખાવાના ચમત્કારિક ફાયદા


By Sanket M Parekh12, Nov 2024 03:38 PMgujaratijagran.com

પોષક તત્વોથી ભરપુર

ફણગાવેલું કઠોળ ખાવું શરીર માટે ફાયદેમંદ મનાય છે. કઠોળને ફણગાવવાથી તેમાં રહેલ પોષક તત્વોનું પ્રમાણ વધી જાય છે. તો ચાલો જાણીએ ફણગાવેલ ચણા ખાવાથી શરીરને શું ફાયદા થઈ શકે છે

નાસ્તામાં ચણા

સ્વસ્થ રહેવા માટે હેલ્ધી નાસ્તો કરવો જોઈએ. નાસ્તામાં ફણગાવેલા ચણા ખાવા ખૂબ જ ફાયદેમંદ માનવામાં આવે છે. જેનું સેવન કરવાથી અનેક સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.

હિમોગ્લોબિન લેવલ વધે

જો તમારા શરીરમાં હિમોગ્લોબિનનું લેવલ ઓછું થઈ રહ્યું હોય, તો તમારે નાસ્તામાં ફણગાવેલા ચણા ખાવા જોઈએ. ફણગાવેલા ચણામાં ભરપુર આર્યન મળી આવે છે.

પાચન સુધારે

નાસ્તામાં ફણગાવેલું કઠોળ ખાવાથી પાચન શક્તિ મજબૂત બને છે. ખાસ કરીને ચણામાં મળી આવતા ફાઈબરથી પાચન સુધરે છે અને પેટ સબંધિત સમસ્યામાંથી મુક્તિ મળે છે.

હાડકા મજબૂત

જો નિયમિત નાસ્તામાં ફણગાવેલા ચણા ખાતા હોવ તો હાડકા મજબૂત બની શકે છે, કારણ કે તેમા કેલ્શિયમ મળી આવે છે.

ડાયાબિટીશ કંટ્રોલ

નાસ્તામાં ફણગાવેલા ચણા ખાવા ડાયાબિટીશ માટે પણ ફાયદેમંદ મનાય છે. ફણગાવેલા ચણા ખાવાથી ડાયાબિટીશનું લેવલ વધતું નથી.

2 મુઠ્ઠી ચણા

દરરોજ નાસ્તામાં 2 મુઠ્ઠી ફણગાવેલા ચણા ખાવા જોઈએ. કોઈપણ વસ્તુનું વધારે પ્રમાણમાં સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આથી ચણાને પણ લિમિટમાં જ ખાવા જોઈએ.

આ લોકોએ ક્યારેય પણ પોતાના ચહેરા પર દૂધ ન લગાવવું