બદામ પોષક તત્વોનો ભંડાર છે; તે વિટામિન, ખનિજો, સ્વસ્થ ચરબી અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે.
બદામમાં ભરપૂર માત્રામાં ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ઉનાળાની ઋતુમાં કાચા બદામનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો તે શરીરને ફાયદો થવાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.
કાચી બદામ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને ઉનાળામાં તેનું સેવન કરવાથી પિત્ત દોષ થઈ શકે છે. તેથી કાચા બદામને બદલે પલાળેલી બદામ ખાવાની સલાહ આપવામાં આવે છે.
બદામને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવાથી શરીરને વધુ પોષક તત્વો મળે છે.
બદામ ખાતા પહેલા ઓછામાં ઓછા 4-8 કલાક માટે એક બાઉલમાં પલાળી રાખો. પછી સવારે તેને નવશેકા પાણીથી ધોઈ લો અને પછી તેનું સેવન કરો.