Burning Urination: પેશાબમાં બળતરા થવા પર હોઈ શકે છે આ ગંભીર બીમારી


By Sanket M Parekh03, Jun 2025 04:15 PMgujaratijagran.com

એક્સપર્ટ અભિપ્રાય

પેશાબમાં બળતરા કે દુખાવો સામાન્ય બાબત નથી. આ કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. આથી યોગ્ય સમયે લક્ષણોને ઓળખવા જરૂરી છે. તો ચાલો આયુર્વેદાચાર્ય શ્રેય શર્મા પાસેથી વિગતવાર જાણીએ તેના લક્ષણો વિશે

UTI- સૌથી સામાન્ય કારણ

યુરિનરી ટ્રેક્સ ઈન્ફેક્શન (UTI) પેશાબમાં બળતરાનું સૌથી સામાન્ય કારણ છે. જેમાં પેશાબ કરતી વખતે બળતરા અને સામાન્ય દુખાવો ઉપડતો હોય છે.

ખાણી-પીણીની ખોટી આદતો

વધારે પડતું ફાસ્ટફૂડ, તીખું-તળેલું ખાવાથી પણ પેશાબમાં બળતરા થઈ શકે છે. આવા ખોરાકથી શરીરમાં ગરમી વધે છે અને ઈન્ફેક્શન થવાનો ખતરો વધી જાય છે.

કિડની સ્ટોનનો સંકેત

જો પેશાબ અટકી-અટકીને આવતો હોય અને સામાન્ય દુખાવો થતો હોય, તો તે કિડની અર્થાત મૂત્રમાર્ગમાં પથરીનો સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક તપાસ કરાવવી જોઈએ.

યુરેથ્રાઈટિસનો સોજો

યુરેથ્રાઈટિસ અર્થાત મૂત્રમાર્ગમાં સોજો થઈ જાય છે. જેના કારણે પણ પેશાબ કરતી વખતે તીવ્ર દુખાવો, બળતરા અને ઘણી વખત લોહી કે સ્પર્મના ટીપા પડી શકે છે.

બ્લેડર કેન્સર

બ્લેડર કેન્સર થવા પર પણ પેશાબમાં દુખાવો અને બળતરા થઈ શકે છે.જેમાં મૂત્રાશયના પડદા પર અસર થાય છે અને સોજો થવા જેવા લક્ષણો જોવા મળે છે.

ક્લેમાઈડિયા- યૌન સબંધિત રોગ

ક્લેમાઈડિયા એક એસિડિટી છે, જે મહિલાઓમાં બળતરા, દુખાવા અને પ્રજાનન ક્ષમતા પર અસર કરે છે. આ ઈન્ફેક્શન જાતિય સબંધ બાંધતી વખતે સુરક્ષાની કમીના કારણે ફેલાઈ શકે છે.

હાઈજીન અને સુરક્ષા જરૂરી

પેશાબમાં બળતરાથી બચવા માટે વ્યક્તિગત સ્વચ્છતા અને યૌન સબંધો વખતે સુરક્ષા ખૂબ જ જરૂરી છે.સાફ-સફાઈથી ઈન્ફેક્શન થવાનો ખતરો ઘણી હદ સુધી ઓછો કરી શકાય છે.

Mango Milkshake: આ લોકો ભૂલથી પણ ના પીવે મેંગો મિલ્ક શેક, સ્વાસ્થ્યને થશે ગંભીર નુકસાન