કાળઝાળ ગરમીમાં ઠંડો મેંગો મિલ્ક શેક સૌ કોઈને ભાવતો હોય છે. આ ડ્રિન્ક ટેસ્ટી હોવાની સાથે-સાથે શરીરને એનરજી પણ આપે છે. જો કે ઘણા લોકોને મેંગો મિલ્ક શેક પીવાથી સમસ્યા થઈ શકે છે. તો ચાલો જાણો કોઈએ મેંગો મિલ્ક શેક ના પીવો જોઈએ...
જો તમને પહેલાથી જ સુગરની સમસ્યા હોય, તો તમારા માટે મેંગો મિલ્ક શેક ખતરનાક સાબિત થઈ શકે છે. હકીકતમાં કેરીમાં રહેલ નેચરલ સુગરથી બ્લડ સુગરનું લેવલ ઝડપથી વધવા લાગે છે.
વજન ઉતારવા માંગતા લોકોએ મેંગો મિલ્ક શેક પીવાનું ટાળવું જોઈએ. હકીકતમાં મેંગો મિલ્ક શેકમાં કેલેરી અને ફેટ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જેના પરિણામે વજન ઘટાડવાની પ્રોસેસ મંદ પડી જાય છે.
જો તમને ગેસ, અપચો અને એસિડિટીની સમસ્યા હોય, તો કેરી અને દૂધનું કૉમ્બિનેશન તમારા માટે સારૂ નથી. મેંગો મિલ્ક શેકથી પેટમાં બળતરા થવા સાથે પેટ ભારે ભરખમ લાગે છે.
જે લોકોને દૂધ હજમ નથી થતું કે લેક્ટોઝ ઈન્ટોલરન્સની સમસ્યા હોય, તેમણે મેંગો મિલ્ક શેકથી દૂર જ રહેવું જોઈએ. જેના પરિણામે ડાયેરિયા, પેટમાં દૂખાવો અને પેટમાં સોજાની સમસ્યા વકરી શકે છે.
બાળકોને વધારે મેંગો મિલ્કશેક ક્યારેય ના આપવું જોઈએ, નહીંતર તેમના ડાઈઝેશન પર અસર થઈ શકે છે. વધારે મેંગો મિલ્કશેક પીવાના કારણે બાળક મોટાપાનો શિકાર બની શકે છે.
રાતે મેંગો મિલ્ક શેક પીવાથી ડાઈઝેશન પર વિપરિત અસર પડી શકે છે. સૂતી વખતે ભારે ડ્રિન્ક્સ પીવાના પરિણામે ઊંઘમાં સમસ્યા આવી શકે છે અને પેટ ફૂલવાની સમસ્યા વકરી શકે છે.
જો તમને શરદી કે ઉધરસની સમસ્યા હોય, તો દૂધ અને કેરીનું કોલ્ડ કૉમ્બિનેશન તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે. મેંગો મિલ્ક શેક તમારો કફ વધારે છે અને ગળું પણ ખરાબ કરે છે.