ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જે વિદેશ કરતાં વધુ સુંદર છે, જેમ કે કાશ્મીર જેને ભારતનું સ્વિત્ઝર્લેન્ડ કહેવામાં આવે છે. થારનું રણ સહારાના રણ જેવું કહેવાય છે, આંદામાન નિકોબાર થાઈલેન્ડના ફિફી આઈલેન્ડ જેટલું સુંદર કહેવાય છે. આવી જ રીતે અલેપ્પીને પણ ભારતનું વેનીસ કહેવામાં આવે છે. આવો જાણીએ શું છે તેની ખાસિયતો
આ સુંદર શહેર, જે બેકવોટર્સ અને શાંતિપૂર્ણ દરિયાકિનારાઓ માટે પ્રખ્યાત છે, વેનિસ કરતા કંઇ ઓછું નથી. અલેપ્પીના નહેરો અને બેકવોટર્સ પર હાઉસબોટમાં સફર કરવી એ અદભૂત અનુભૂવ છે.
અલેપ્પીનું સૌથી મોટું આકર્ષણ બેકવોટર રાઈડ્સ છે, જ્યાં તમે તાજગી અને શાંતિ અનુભવી શકો છો. પાણીથી ઘેરાયેલા, હરિયાળા ગામો વચ્ચે હાઉસબોટની સફર એર સુંદર અનુભવ કરાવે છે
અલેપ્પીના દરિયાકિનારા પર બેસી શાંત મોજાંઓનો આનંદ માણી શકાય છ. અહીંની શાંતિ, તાજી હવા અને સુંદર દેખાવ તમે ક્યારેય ભૂલી નહીં શકો.
અલેપ્પી માત્ર સુંદર દ્રશ્યો માટે નહીં, પણ આયુર્વેદિક ઉપચાર માટે પણ જાણીતું છે. તમારી મુસાફરીની થકાવટને દૂર કરવા અને તમારા સ્વાસ્થ્ય માટે તમે અહીં આયુર્વેદિક ઉપચાર કરાવી શકો છે, જે તમારો પ્રવાસ વધુ આરામદાયક બનાવે છે.
અલેપ્પીમા આવેલા જૂના અને સુંદર ચર્ચો તેનો ભવ્ય ઇતિહાસ બતાવે છે. આ ચર્ચોની અદભૂત આર્કિટેક્ચર અને શાંતિમય વાતાવરણ તમને ખૂબ આકર્ષશે.
અલેપ્પી પાસે આવેલા પાથિરામનલ દ્વીપની મુલાકાત પણ લઈ શકાય છે. પક્ષીપ્રેમીઓ માટે એક સ્વર્ગ સમાન છે. આ તાજગી ભરેલા દ્વીપ પર તમે અનોખા અને સુંદર પક્ષીઓને નિહાળી શકો છો.
અલેપ્પીનો સ્થાનિક ખોરાક પ્રવાસીઓને આકર્ષે છે. અહીંના વેજ અને નોનવેજ ભોજનમાં દક્ષિણ ભારતીય સ્વાદનો એક અલગ મજા છે. સાથે જ, અહીં તમે એન્ટિક્સ અને સ્થાનિક કલા-કૃતિઓની ખરીદી પણ કરી શકો છો.