અક્ષય કુમાર તેની એક્ટીંગ સિવાય તેની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે. અક્ષય કુમાર કોઈ પણ વ્યસન અને જંક ફૂડનું પણ સેવન કરવામાં માનતા નથી અને સ્ટ્રીક્ટ અને હેલ્ધી રૂટીન ફોલો કરે છે. આવો જાણીએ તેમના ફિટનેસ રૂટીન વિશે
અક્ષય કુમાર રોજ સવારે 4:00 વાગ્યે ઉઠી જાય છે અને રનીંગ કરવાનું પસંદ કરે છે
અક્ષય કુમાર તેમની ગટ હેલ્થ ઉપર પણ પૂરતું ધ્યાન આપે છે, આ માટે તેઓ મોસમી ફળો અને શાકભાજીનું સેવન કરે છે
અક્ષય કુમાર બહારનું જંક ફૂડ ખાવાને બદલે ઘરનું જ ભોજન લેવાનું પસંદ કરે છે
અક્ષય કુમાર સ્પોર્ટસને પ્રાધાન્ય આપે છે, અને કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ પર ધ્યાન છે.
અક્ષય કુમાર આલ્કોહોલ કોસો દૂર રહે છે અને તેને ઝેર સમાન માને છે, જે તેમના ફિટનેસ વધું મજબૂત બનાવે છે
અક્ષય કુમાર સાંજનુ ભોજન સમયસર કરે છે અને 6.30 વાગ્યા પછી કંઈ ખાતા નથી.
અક્ષય કુમારને વહેલા સુઈને સવારમાં વહેલા ઊઠવાની આદત છે જેથી તેઓ પૂરતી ઊંઘ લઈ શકે.