અજમાના પાનના ભજીયાની રેસિપી


By Jivan Kapuriya29, Sep 2025 12:36 PMgujaratijagran.com

અજમાના પાનના ભજીયા

અજમાના પાનને આયુર્વેદની દ્રષ્ટી ખુબ ઉપયોગી માનવામાં આવે છે. અજમાના પાનના ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ છે. આજે ગુજરાતી જાગરણ તમને અજમાના પાનના ભજીયા કઈ રીતે બનાવવા તેની રેસિપી જણાવશે.

સામગ્રી

અજમાના પાન, ચણાનો લોટ, તીખાનો પાવડર, મીઠું, લાલ મરચું, દાણાજીરું, અજમો, ખાવાનો સોડા, તેલ.

સ્ટેપ 1

મોટી તપેલીમાં ચણાનો લોટ લો. તેમા મીઠું, તીખાની ભૂકી, ધાણાજીરું, વાટેલા લાલ મરચા, અજમો ઉમેરી દો.

સ્ટેપ 2

પછી પાણી ઉમેરી થોડું જાડું બેટર બનાવો.

સ્ટેપ 3

પછી તેમા ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરો. પછી તેલ ગરમ મૂકો.

સ્ટેપ 4

હવે આ બેટરમાં અજમાના પાન મૂકી ભજીયા પાડી લો. તૈયાર છે તમારા અજમાના ભજીયા.

સ્ટેપ-5

તમે અજમાના પાનને મેથીની જેમ સમારીને પણ બેટરમાં મિક્સ કરી ભજીયા બનાવી શકો છો.

વરસાદી માહોલમાં ટ્રાય કરો અળવીના પાનના ભજીયા