સમોસા તો તમે ખાધા હશે પરંતુ અમદાવાદના નવતાડના સમોસા પ્રખ્યાત છે, ઘરે ટ્રાય કરો આ રેસીપી.
ચણાની દાળ, પાણી, મીઠું, હળદર, તેલ, જીરું, હિંગ, ડુંગળી, લાલ મરચું પાવડર, ધાણાજીરું, કોથમીર, કોર્નફ્લોર.
સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં પલાળેલી દાળ, મીઠું અને હળદર, પાણી ઉમેરી 2 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, ડુંગળી નાખીને થોડીવાર સાંતળી લો.
હવે તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું પાવડર વગેરે મસાલા ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
હવે તેમાં ચણાની દાળ ઉમેરીને હળવા હાથે મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરો.
હવે સ્ટફિંગમાં કોથમરી નાખીને સમોસા બનાવવીને તેને ગરમ તેલમાં ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
તૈયાર છે અમદાવાદના પ્રખ્યાત નવતાડના સમોસા તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.