જમ્મુ-કાશ્મીર બાદ હવે રાજસ્થાનમાં મળ્યો લિથિયમનો વિશાળ ભંડાર
By Nileshkumar Zinzuwadiya
2023-05-08, 17:06 IST
gujaratijagran.com
દેશની 80 ટકા જરૂરિયાત પૂરી થશે
રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં લિથિયમનો ભંડાર મળી આવ્યો છે. આ ભંડાર દેશની 80 ટકા જરૂરિયાત પૂરી કરવા સક્ષમ છે.
નાગોર જિલ્લામાં મળ્યો ભંડાર
નાગોર જિલ્લાના ડેગાના નગરપાલિકામાં લિથિયમનો પર્યાપ્ત ભંડારની ઓળખ કરવામાં આવી છે.
ચીનની આયાત કરવી પડે છે
ઈલેક્ટ્રિક વ્હિકલની બેટરી તૈયાર કરવા માટે લિથિયમનો ઉપયોગ કરાય છે. અલબત લિથિયમની ચીનમાંથી આયાત કરવામાં આવે છે.
EV ઉદ્યોગને ઘણો ફાયદો
હવે ભારતમાં આ ભંડાર મળી આવતા EV ઈન્ડસ્ટ્રીઝને ઘણો મોટો ફાયદો થાય તેવી આશા છે.
જમ્મુ-કાશ્મીરમાં ભંડાર મળેલો
ફેબ્રુઆરી,2023માં જમ્મુ-કાશ્મીરમાં પણ લિથિયમનો ભંડાર મળ્યો હતો. જોકે તેની તુલનામાં રાજસ્થાનમાં લિથિયમનો ભંડાર ઘણો મોટો છે.
IPLમાં આ બોલર્સે આપ્યા છે એક ઓવરમાં સૌથી વધુ રન
Explore More